આઇડિયલ I-NOTEBOOK - ભાર વિનાનું ભણતર
‘ભાર વિનાનું ભણતર’ એટલે શિક્ષણજગતમાં વધુ ચર્ચાયેલા મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો. આ મુદ્દાની ચર્ચા થવી જરૂરી છે, પરંતુ આનાથી વધુ જરૂરી છે તેનું અમલીકરણ. વિદ્યાર્થી પરના આ ભારને ખાસ કરીને આપણે શારીરિક ભાર અને માનસિક ભારમાં વહેંચીએ છીએ.
Inquire NowStandard Covered in I-NOTEBOOK
Standard 1 to 8
Book Series
I-Notebook Book Kit
Tejas Shah
Founder & Director
(Ideal Experiential Learning Pvt. Ltd.)
'ભાર વિનાનું ભણતર' એટલે શિક્ષણજગતમાં વધુ ચર્ચાયેલા મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો. આ મુદ્દાની ચર્ચા થવી જરૂરી છે. પરંતુ આનાથી વધુ જરૂરી છે તેનું અમલીકરણ. વિદ્યાર્થી પરના આ ભારને આપણે શારીરિક ભાર અને માનસિક ભારમાં વહેંચીએ છીએ.
શારીરિક ભાર એટલે બાળક જે દફતર ઊંચકીને જાય છે તેનું વજન. હવે તો સરકારશ્રીએ પણ નિયમ બનાવી દીધો છે કે કોઈ પણ બાળકની બૅગનું વજન વિદ્યાર્થીના વજનના 10 % થી વધુ ન હોવું જોઈએ. આ બાબતને અમે બે વર્ષ પહેલાં જ અમારી I-Notebook થકી શિક્ષણ જગતમાં અમલીકરણ માટે મૂકી હતી. જે અંતર્ગત અમે I-Notebook ને માસવાર અભ્યાસક્રમ પ્રમાણે બનાવી, જેથી વિદ્યાર્થીએ સમગ્ર સત્રની બુકની જગ્યાએ માસવાર બુક લઈ જવાની રહે. આમ, અમે બાળકની બૅગનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો. અમે ધોરણ 1 અને 2માં વિષયવાર બુક બનાવી છે જ્યારે ધોરણ 3 થી 5 ના વિષયોનો માસવાર બુકમાં એક સાથે સમાવેશ કર્યો છે. જ્યારે ધોરણ 6 થી 8 માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન – એક બુકમાં અને બીજી બુકમાં English, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી વિષયનો સમાવેશ કર્યો છે.
Skill India ની વાતો વચ્ચે ભવિષ્ય માટે વિદ્યાર્થીને તૈયાર કરવો હશે તો ખૂબ જ જરૂરી છે તેનો શિક્ષણ તરફનો અભિગમ ગોખણપટ્ટીનો નહી એટલે કે માત્ર માર્ક્સ તરફનો નહી પરંતુ લર્નિંગ આઉટકમ તરફનો હોવો જરૂરી છે. એક શિક્ષક હંમેશાં ઇચ્છતા હોય છે કે તેમને જે મુદ્દાની સમજ વિદ્યાર્થીઓને આપી હોય તે મુદ્દાનું વાચન, ગૃહકાર્ય તે જ દિવસે થાય. કારણ કે, આમ કરવાથી જે-તે વિષયવસ્તુની સમજ સ્પષ્ટ થાય છે અને પુનરાવર્તનને કારણ જે-તે મુદ્દાનું દૃઢીકરણ પણ થાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે પરંતુ આ માટે જરૂરી છે એક એવી બુક કે જેમાં Topicwise અને પાઠના ફ્લોમાં પ્રશ્નો હોય. જેથી વિદ્યાર્થી પાઠ્યપુસ્તક વાંચીને અને ક્લાસવર્કના આધારે જવાબ લખે, આ જ I-Notebook નો અભિગમ છે. અમે, I-Notebookમાં પ્રશ્નોનું રિપીટેશન ટાળ્યું છે, ઉપરાંત એવા બિનજરૂરી પ્રશ્નો પણ નથી લીધા કે જેનાથી પાઠનો હેતુ સિદ્ધ ન થતો હોય. આમ, કરવાથી બાળકને વિવિધતાસભર પ્રશ્નો સ્વઅધ્યયન કરીને લખવા મળે છે. જેથી તેની જે-તે મુદ્દાની સમજ સ્પષ્ટ થતી જાય છે. વળી, પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાંથી અને સમજ આધારે લખાતા હોવાથી તેને ગોખણપટ્ટીથી દૂર લઈ જઈ શકાય છે.
વિદ્યાર્થીને જ્યાં સુધી પ્રશ્નોના જવાબ તૈયાર મળશે ત્યાં સુધી તે કદાપિ સ્વપ્રયત્ને જવાબ મેવવવાનો કે લખવાનો પ્રયત્ન નહીં કરે અને આ બાબત તેને ગોખણપટ્ટી તરફ દોરી જાય છે. જેનાથી તે અત્યારે તો સારા માર્ક્સ મેળવી શકશે પરંતુ આવનારી કમ્પેટિટિવ પરીક્ષા, ઇન્ટર્વ્યૂ કે ગ્રૂપડિસ્કશન વખતે તેની સફળ થવાની સંભાવના ઘટી જશે. કારણ કે અહીં તેને ગોખણપટ્ટી નહીં પરંતુ સમજશક્તિ કામમાં આવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને અમે વિદ્યાર્થીને તૈયાર જવાબ પીરસવાનું બંધ કરીએ છીએ. પરંતુ શિક્ષક પોતાના Reference માટે અને વિદ્યાર્થીની મદદ માટે જરૂર જણાય ત્યાં Answer key નો ઉપયોગ કરી શકે તે માટે શિક્ષકોને Answer key આપીએ છીએ. આ ઉપરાંત અમે એવા વાલીશ્રી, શિક્ષકશ્રી, આચાર્યશ્રી, સંચાલકશ્રીઓનો સહકાર ઇચ્છીએ છીએ કે જે પોતાના વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી, રેડીમેડ મટિરિયલમાંથી મુક્ત કરી આવનારા ભવિષ્ય માટે તૈયાર કરવા ઇચ્છતા હોય. ચાલો, સૌ સાથે મળીને વિદ્યાર્થીને Rote Learner માંથી Real Learner બનાવીએ.